(N/A) $\rightarrow$ 'કી' એ વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે ઓળખ માટે વપરાતું વર્ગીકરણ સહાયક સાધન છે.
$\rightarrow$ કી સામાન્ય રીતે વિરોધાભાસી લક્ષણોની જોડી પર આધારિત હોય છે,જેને 'કપલેટ' (couplet) કહેવામાં આવે છે.
$\rightarrow$ તે બે વિરોધી વિકલ્પો વચ્ચે કરવામાં આવતી પસંદગીનું પ્રતિનિધિત્વ કરે છે.
$\rightarrow$ આ પ્રક્રિયામાં એક વિકલ્પનો સ્વીકાર થાય છે અને બીજાનો અસ્વીકાર થાય છે.
$\rightarrow$ કીમાંના દરેક વિધાનને 'લીડ' (lead) કહેવામાં આવે છે.
$\rightarrow$ ઓળખના હેતુ માટે દરેક વર્ગીકરણ કક્ષા જેવી કે કુળ,પ્રજાતિ અને જાતિ માટે અલગ-અલગ વર્ગીકરણ કીની જરૂર પડે છે.
$\rightarrow$ કી સામાન્ય રીતે વિશ્લેષણાત્મક સ્વરૂપની હોય છે.